ગુજરાત ભાજપ શોકમાં, નેતાઓએ અરુણ જેટલીને આપી શ્રદ્ધાંજલિ - gujarati news
🎬 Watch Now: Feature Video
સુરત: પૂર્વ નાણાપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા અરુણ જેટલીનું લાંબી બીમારી બાદ દિલ્લીમાં AIIMS ખાતે નિધન થયું છે. જેટલીના મૃત્યુના સમાચારથી દેશભરમાં શોકની લાગણી વ્યાપી છે. રાજકારણના સમય દરમિયાન તેઓ ગુજરાતના સાંસદ પણ રહી ચુક્યા છે. ભાજપના મહામંત્રી ભરતસિંહ પરમાર, રાજ્યના આરોગ્ય પ્રધાન કિશોર કાનાણી, નવસારી સાંસદ સી.આર.પાટીલ અને સુરત શહેર પ્રમુખ નીતિન ભજીયાવાળાએ અરુણ જેટલીજીને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે, આ દુઃખદ સમાચારના કારણે સર્વને આઘાત લાગ્યો છે. પાર્ટીએ વરિષ્ઠ નેતા જ નહીં શ્રેષ્ટ માર્ગદર્શક ગુમાવ્યા છે.