શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ મહાદેવની આરતી - ગીર સોમનાથ
🎬 Watch Now: Feature Video
ગીર સોમનાથ: સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વિક્રમ સવંત મુજબ શ્રાવણ માસના બીજા સોમવારે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ હતું. સોમનાથ મહાદેવની આરતીનો હજારોની સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. તો સાથે જ ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ સહપરિવાર સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.શ્રાવણ માસના પ્રથમ સોમવારે વરસાદ વિઘ્નરૂપ બન્યા બાદ બીજા સોમવારે સોમનાથ મહાદેવના દરબારમાં માનવ મેહરામણ ઉમટયું હતું.ત્યારે સોમનાથ મહાદેવને શ્વેત પીતાંબર અને ગુલાબના ફૂલનો શૃંગાર કરવામાં આવ્યો હતો.સોમનાથ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ભક્તો મહાદેવને રીઝવવા અનેક પ્રકારે ભક્તિ કરી રહ્યા છે.