વડોદરાઃ કોરલ દરિયાઈ પથ્થરનો ગેરકાયદેસર વ્યવસાય કરતા આરોપીની ધરપકડ - વડોદરા ફોરેસ્ટ
🎬 Watch Now: Feature Video
વડોદરા: વન-વિભાગને સોશિયલ મીડિયાના માધ્યમથી બાતમી મળી હતી કે, વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારની ગજાનંદ સોસાયટીમાં રહેતા 33 વર્ષીય આશુતોષ સખારામ ગાયકવાડ વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન એક્ટ હેઠળ આવતા શિડ્યુલ 1ના પાર્ટ-4ના પ્રતિબંધિત કોરલ પથ્થરનો વ્યવસાય કરે છે. જેથી વન-વિભાગે છટકું ગોઠવી કુલ 230 કિલો પરવાળા કોરલ અવશેષો સાથે આરોપીની ધરપકડ કરી છે. ત્યારબાદ વન-વિભાગે આશુતોષ વિરુદ્ધ ગુનો નોંધી કોર્ટ પાસેથી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.