બાયો ડીઝલના ગેરકાયદે વેચાણના વિરોધમાં અરવલ્લી પેટ્રોલીયમ એસોસિયેશન ડીઝલની ખરીદી બંધ કરશે
🎬 Watch Now: Feature Video
અરવલ્લીઃ જિલ્લા પેટ્રોલીયમ એસોસિએશન દ્વારા આગામી સ્પતાહના બે દિવસ ડીઝલની ખરીદી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા પેટ્રોલીયમ એસોસિએશનની માગ છે કે, ગેરકાયદે વેચાણ થતું બાયો ડીઝલ પર રોક લગવામાં આવે. અરવલ્લી જિલ્લા પેટ્રોલીયમ એસોસિએશન દ્વારા આગામી 29 તારીખ મંગળવાર અને 1 ઓકટબરના ગરૂવારના રોજ છે. ડીઝલની ખરીદી બંધ રાખી બાયો ડિઝલના ગેરકાયદેસર વેચાણ સામે પ્રતિક વિરોધ નોંધવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એસોસિએશનનો આક્ષેપ છે કે, બાયો ડીઝલનું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું છે, જેને કારણે તેમને ફટકો પડી રહ્યો છે અને પંપ ચલાવવાનું મુશ્કેલ બની રહ્યું છે. એસોસિએશનને ચીમકી ઉચ્ચારી છે કે, જો બાયો ડિઝલનો ગેરકાયદેસર વેપાર બંધ નહીં થાય તો આગામી સમયમાં ડીઝલનું વેચાણ બંધ કરવાનો નિર્ણય લઈ શકે એમ છે.