દિવાળી તહેવારની પાંચ દિવસની રજાઓમાં અરવલ્લીના બજારો સુમસામ - Modasa Martyard
🎬 Watch Now: Feature Video
અરવલ્લીઃ વેપારીઓ દિવાળીના દિવસોમાં વેપાર ધંધો બંધ કરી તહેવારોની ઉજવણી કર્યા બાદ લાભ પાંચમથી ફરી પોતાના વેપાર ધંધા શરૂ કરે છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ વેપાર ધંધા બંધ રહેતા બજારો સુમસામ જોવા મળી રહી છે. જિલ્લાના મોડાસાનુ માર્કેટયાર્ડ જે સામાન્ય દિવસોમાં ખેડુતો અને વેપારીઓથી ઉભરાતુ હોય છે, ત્યાં સુનકાર જોવા મળ્યુ હતું. તેમજ મુખ્ય બજારની દુકાનોને પણ તાળા લાગેલ જોવા મળ્યા હતા. આ ઉપરાંત જિલ્લા સેવા સદનમાં આવેલી વિવિધ કચેરીઓમાં પણ મુલાકાતીઓની અવરજવર ઓછી જોવા મળી હતી.