ગોધરા શહેરમાં પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા VHP એ રામધૂન બોલાવી - પંચમહાલ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 4, 2019, 12:33 PM IST

ગોધરા: પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના વિવધ પ્રશ્નોની રજૂઆતોને તંત્ર દ્વારા ધ્યાનમાં ન લેવાતા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. VHP દ્વારા નગરપાલિકા સામે રામધૂન કરી તંત્રને સદ્દબુદ્ધિ મળે એવી પ્રાથના કરી હતી.વિશ્વહિન્દુ પરિષદ દ્વારા નગરપાલિકાના અધિકારીની કચેરી આગળ રામધૂન કરી તંત્રને સદ્દબુદ્ધિ આવે એવી પ્રાથના કરી હતી.ગોધરા શહેરમાં રોડ રસ્તા અને ખુલ્લી ગટરો,તેમજ સ્ટ્રીટ લાઈટ અને રોડ પર પડેલા મોટા મોટા ખાડાઓને લઈને એક રજુઆત થોડા સમય અગાઉ કરવામાં આવી હતી.જેમાં ખાસ કરીને ચાલી રહેલા ગણેશ ઉત્સવ અને આવનારા નવરાત્રીના ઉત્સવને લઈ ખાસ પગલાં લેવામાં આવે એવી રજુઆત કરવામાં આવી હતી.ગોધરા શહેરમાં ગણેશ ઉત્સવને ધામધૂમથી નગરવાસીઓ મનાવે છે.જેમાં ગણેશ આગમન અને વિસર્જન એ ગોધરાની એક આગવી ઓળખ છે.જેમાં આગમન અને વિસર્જન વખતે રોડ પર પડેલા ખાડાઓ પર યાત્રામાં અવરોધ ઉભો થાય છે.અને મૂર્તિઓ ખંડિત થવાની પણ સંભાવનાઓ રહેતી હોય છે. શહેરીજનો દ્વારા વિવિધ પ્રશ્નોને લઇ 10 દિવસ પેહલા જિલ્લાના વહીવટી તંત્ર ને VHP દ્વારા એક આવેદન આપવામાં આવ્યું હતું.આવેદન આપ્યાના 10 દિવસ વીતી ગયા હોવા છતાં લાગતા વળગતા તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી ન કરતા VHP દ્વારા કલેકટરને આવેદન આપી અને નગર પાલિકાના ચીફ ઓફિસરની ઓફીસ આગળ રામધૂન કરી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.