ખેડામાં જેટકોની વીજલાઇનના વિરોધમાં ખેડૂતો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર - Farmers protest against Kheda district
🎬 Watch Now: Feature Video
ખેડાઃ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપતાં હલદરવાસના ખેડૂતોએ જણાવ્યું હતું કે, જેટકો કંપની દ્વારા વીજ લાઇન નાખવાનું શરૂ કરાયું તે વખતે જ ખેડૂતો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. જો વીજ કંપની દ્વારા આ લાઇન નાખવામાં આવે તો ખેડૂતો વીજ લાઈનની નીચે ખેતીના કરી શકે, ONGCની લાઈન જ્યાંથી પસાર થાય છે. તેની ઉપર પણ ખેતી થઈ શકતી નથી, આવા અનેક કારણોસર ખેડૂતોને ભારે નુકસાન જઈ રહ્યું છે. જેથી જેટકો કંપની દ્વારા લખાયેલી વીજ લાઈનનું કામ બંધ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરાઇ છે. જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપતા ખેડૂતોએ જણાવ્યું છે કે, જો જેટકો કંપની દ્વારા આ કામગીરી બંધ કરવામાં નહીં આવે તો સ્થાનિક ખેડૂતો દ્વારા નાછૂટકે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.