બોર્ડની પરીક્ષાઓની ઉતરવહી મામલે વડોદરા ABVPએ કલેક્ટરને પાઠવ્યું આવેદન - વડોદરા ABVP
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ રાજકોટના વીરપુર રોડ પર ખુલ્લી જગ્યામાંથી હાલમાં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓની ઉતરવહીઓ મળી આવતા વડોદરા ABVPએ જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક પગલા ભરવામાં આવે તેવી માગ કરી છે. આ સાથે જ કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું છે. જેને લઈ પરીક્ષા આપેલા વિદ્યાર્થીઓને અન્યાય ન થાય અને આવી ગંભીર બેદરકારી દાખવનાર જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ પર કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી માગ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વડોદરાના અગ્રણીઓ અને કાર્યકરો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ભારે સુત્રોચ્ચાર કરી કલેક્ટર શાલિની અગ્રવાલને આવેદનપત્ર પાઠવી યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી રજૂઆત કરી હતી.