સુરતના ગોડાદરા વિસ્તારની 5 દુકાનમાં ચોરી, ઘટના CCTVમાં કેદ - સુરતના તાજા સમાચાર
🎬 Watch Now: Feature Video
સુરત: શહેરના ગોડાદરા વિસ્તારમાં આવેલા સીલીકોન ફ્લેટ્સની દુકાનોમાં તસ્કરોએ એક સાથે 5 દુકાનમાં હાથફેરો કર્યો છે. જેમાં બે આઈસ્ક્રીમ, એક મેડિકલ, પાનનો ગલ્લો અને દાંતના દવાખાનાનો સમાવેશ થાય છે. તસ્કરોએ કરેલી આ ચોરી CCTV કેમેરામાં કેદ થઇ છે. જેમાં 2 ઈસમો દુકાનનું શટર તોડી દુકાનમાં પ્રવેશ કરી ચોરી કરતા નજરે ચડે છે. આ સમગ્ર ઘટનાની જાણ થતાં દુકાન માલિકોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે CCTV ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે.