પાટણમાં જર્જરિત ઇમારતનો સ્લેબ તૂટ્યો - પાટણમાં ઇમારતનો સ્લેબ તૂટ્યો
🎬 Watch Now: Feature Video

પાટણઃ શહેરના જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલી જયવીર નગર સોસાયટીનો વીરકૃપા એપાર્ટમેન્ટ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે. આ ફ્લેટ બન્યાને આશરે 40 વર્ષથી વધુ સમય થયો છે. એપાર્ટમેન્ટ જર્જરિત હાલતમાં હોવા છતા તેમાં અનેક પરિવારો વસવાટ કરે છે. ત્યારે આજે મંગળવારે વરસાદી માહોલ વચ્ચે એકાએક એપાર્ટમેન્ટના ત્રીજા માળનો સ્લેબ તૂટી પડતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે, સદનસીબે એપાર્ટમેન્ટ નીચે કોઈ ઊભા ન હોવાથી જાનહાની ટળી હતી.