અંકલેશ્વર શહેર પોલીસે 2 રીઢા ચોરની ચોરીના 25 મોબાઈલ સાથે કરી ધરપકડ

By

Published : Jul 24, 2020, 5:20 PM IST

thumbnail
અંકલેશ્વરઃ શહેરમાં મહાવીર ટર્નિંગ પાસે શહેર પોલીસ પાસે વોચમાં હતી, ત્યારે શંકાસ્પદ બે ઇસમો મોબાઈલ ફોન અને એક લેપટોપ સાથે અટક કરી હતી. પોલીસે ઝડપાયેલ બંને ઈસમોને મોબાઈલ ફોન અને લેપટોપ અંગે પૂછપરછ કરી હતી.તે દરમિયાન તેમને સંતોષકારક જવાબ નહિ આપતા પોલીસે તેઓની અટકાયત કરી હતી અને 25 મોબાઈલ ફોન,લેપટોપ મળી કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બાદમાં પોલીસે અંકલેશ્વરના સંજાલી ગામ સ્થિત શિવ શક્તિ એપાર્ટમેન્ટમાં રહેતા અમિત દામજી વસાવા અને માથુર પરમારને ઝડપી પાડ્યા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.