અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 62 કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો - અંકલેશ્વર નગરસેવા સદન
🎬 Watch Now: Feature Video
અંકલેશ્વરઃ કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તા.17મી સપ્ટેમ્બરથી ત્રણ દિવસ વિવિધ ટીમ બનાવી દુકાનોના ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 35 માઈક્રોનની નીચેની પ્લાસ્ટીકની થેલીઓનો વપરાશ કરતાં દુકાનદારોને ત્યાં દરોડા પાડવામાં આવ્યાં હતા. ત્રણ દિવસમાં નગરપાલિકાની ટીમે 62 કિલો જથ્થો જપ્ત કરી 2000નો દંડ ફટકાર્યો હતો. તેમજ ગુરુવારના રોજ 32 કિલોથી વધુનો પ્લાસ્ટિકના જથ્થો કબજે કરી દુકાનદારોને દંડ ફટકારવામાં આવ્યો હતો.