પોરબંદર: ન્યાય મેળવવા ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને રજૂઆત - ડૉ. બાબા સાહેબ આંબેડક
🎬 Watch Now: Feature Video
પોરબંદર: શહેરમાં લોકરક્ષક ભરતી બોર્ડની પ્રક્રિયામાં અન્યાય અંગે ગત ૧૨ દિવસથી માલધારી સમાજ દ્વારા ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે મંગળવારે માલધારી સમાજ દ્વારા પોરબંદરના મોટા ફુવારા પાસે આવેલા બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર ચડાવી રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે માલધારી સમાજના આગેવાનોએ જણાવ્યું કે, સરકાર અમારૂં સાંભળતી નથી. જેથી અમે બાબા સાહેબને રજૂઆત કરી છે. આ ઉપરાંત જ્યાં સુધી ન્યાય નહીં મળે, ત્યાં સુધી આંદોલન શરૂ રાખવા અંગે જણાવ્યું હતું.