નર્મદા: તાજેતરમાં દેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા ગાડીત ગામે એક સંમેલનમાં ગયા હતા. અહીં સભા સંબોધતી વખતે તેમણે અલગ ભીલપ્રદેશની માંગણી કરી હતી. આ ઉપરાંત મળતી માહિતી અનુસાર જાણવા મળે છે કે, તેઓ એવી રીતે જ્યાં જાય છે ત્યાં આદિવાસીઓના વિકાસ માટે ભીલપ્રદેશ અલગ હશે તો સારો વિકાસ થશેની વાત કરી રહ્યા છે. આ દરમિયાન રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ચૈતર વસાવાની માંગણી સામે વળતો જવાબ આપ્યો હતો.
ચૈતર વસાવાએ માંગ્યુ અલગ રાજ્ય: તમને જણાવી દઈએ કે, ગાડીત ગામે થયેલા એક સંમેલનમાં ચૈતર વસાવાએ કહ્યું હતું કે, "જો સરકાર આવનાર દિવસોમાં આદિવાસીઓના વિકાસ માટે પગલાં નહીં લે તો અમે આગેવાની લેવા માટે તૈયાર છીએ. આવનાર દિવસોમાં દેશનું 29મું રાજ્ય આપણે બનાવીશું. દેશનું 29મું રાજ્ય ભીલપ્રદેશ બનશે અને તેની રાજધાની અમે કેવડીયા બનાવીશું."
"અમે સરકારને કહીશું કે અમને આદિવાસીઓને અલગ રાજ્ય આપી દો, અમે આમરો વિકાસ કરી લઈશું." -- ચૈતર વસાવા (ધારાસભ્ય,ડેડીયાપાડા)
કુબેર ડિંડોરે આપ્યો વળતો જવાબ: રાજપીપળાની રાજેન્દ્ર સ્કુલના વાર્ષિક સંમેલનમાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર હાજર રહ્યા હતા. તેમની સાથે સાંસદ મનસુખ વસાવા, પૂર્વ ધારાસભ્ય પી.ડી. વસાવા સહિત આગેવાનો હાજર રહ્યા હતા. જેમાં તેમના ભાષણ દરમિયાન શિક્ષણમંત્રી કુબેર ડિંડોર ભીલપ્રદેશની માંગણીને લઈને બોલ્યા હતા અને ચૈતર વસાવાની માંગણીની ખૂબ ટીકા કરી હતી.ટ
"ચૈતર વસાવાનું નામ છેતર વસાવા છે, જે છેતરવાનું કામ કરે છે. જે જનતાને છેતરી જશે."-- કુબેર ડિંડોર (રાજ્ય શિક્ષણ મંત્રી)
લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો..
રાજ્ય શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ચૈતર વસાવાની અલગ ભીલપ્રદેશની માંગણીને નકારી કાઢતા કહ્યું કે, "લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો..આ એક નવો વિવાદ ચગ્યો છે. ભારત દેશ એકતામાં માનનારો દેશ છે પણ કેટલાક લોકો એકતાને તોડવાનું કામ કરે છે. દેશમાં ભાગલાં પાડવાની વાત, અલગતા વાદ, સમાજને અલગ પાડવાની વાત કેટલાક લોકો ગામે ગામ કરી રહ્યા છે. આવા લોકોને ઓળખો. આ નવા યુવાનો આવા લોકોથી ભ્રમિત થઈ રહ્યા છે જેને બંધ કરો. આ ચૈતર વસાવા...ભ્રમિત કરાવવાનું કામ કરે છે, જે લોકોને છેતરવા ફરી મુદ્દો ઉછાળે છે."
શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ભાષણ દરમિયાન કહ્યું કે, "ભીલ પ્રદેપ્રદેશ બનાવવું હોય તો અમે અને મનસુખભાઈ ભેગા થઈને મોદી સાહેબને રજૂઆત કરીએ તો આ પ્રદેશ કાલે બની જાય. પણ અલગ ભીલપ્રદેશ બનાવીને ચલાવવાનું કેવી રીતે, રેવન્યુ જનરેટ કેવી રીતે કરવાનું, ટેક્સ કોણ ભરશે. ઉધ્યોગપતિઓ છે જે ટેક્સ ભરે છે, કર્મચારીઓ ટેક્સ ભરે છે તેનાથી દેશ ચાલે છે. બાંગ્લાદેશ, પાકિસ્તાન જેવા દેશો અલગ થયા જુઓ આજે તેમની કેવી હાલત છે."
આ પણ વાંચો: