અંકલેશ્વર નગર પાલિકાનો રોજમદાર કર્મચારી દારૂની હેરાફેરીમાં ઝડપાયો - ભરૂચ ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
અંકલેશ્વરઃ શહેર પોલીસ મથક્નો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમીના આધારે ગોયા બજારથી ચોક્સી બજાર વચ્ચે માર્ગ પર દરોડા પાડ્યા હતા. પોલીસે શંકાસ્પદ ઇસમને અટકાવી થેલામાં તપાસ કરતાં વિદેશી દારૂની 21 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે અંકલેશ્વર નગર પાલિકાના વેરા વિભાગમાં રોજમદાર કર્મચારી તરીકે ફરજ બજાવતા અને ચોક્સી બજારમાં રહેતા અર્પિત ધનેશભાઈ સુણેવવાલાને ઝડપી પાડ્યો હતો.અત્રે મહત્વપૂર્ણ છે કે, ઝડપાયેલ આરોપી અર્પિત સુણેવવાલા છેલ્લા 15 વર્ષથી નગર પાલિકાના વેરા વિભાગમાં રોજમદાર તરીકે ફરજ બજાવે છે. ત્યારે નગર પાલિકાનો જ કર્મચારી દારૂ સાથે ઝડપાતા ચકચાર મચી છે.