ગોધરા ખાતે કોરોના સામે લડવા માટે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું - Parrot Pura Ayurvedic Hospital
🎬 Watch Now: Feature Video
પંચમહાલઃ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનારો અને આરોગ્ય જગતમાં પડકારરૂપ બેનલા કોરોના વાયરસથી બચવા અને સાવચેતીના ભાગરૂપે દેશભરમાં પગલા લેવાય રહ્યા છે, ત્યારે પંચમહાલ જિલ્લા ખાતે પણ પોપટ પુરા આયુર્વેદિક હોસ્પિટલના સહયોગથી કોરોના સામે પ્રતિકારક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉકાળો આરોગ્ય વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ જિલ્લાના આરોગ્ય અધિકારી હાજર રહ્યા હતા. આ ઉકાળાનો લાભ જિલ્લા પંચાયતના તમામ કર્મચારીઓ તેમજ કચેરીએ આવતા લોકોએ લીધો હતો.