કોબ્રા કમાન્ડોના મોતની સીબીઆઈ તપાસની માગ સાથે માંગરોળમાં આવેદન પત્ર પાઠવાયું - CBI probe into Cobra Commando's death
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ જિલ્લાના માંગરોળ તાલુકામાં કારડીયા રાજપુત સમાજે કોબ્રા કમાન્ડો અજીતસિંહના મોતની સીબીઆઇ તપાસ કરાવવાની માગ સાથે માંગરોળના મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં કોબ્રા કમાન્ડો અજીતસિંહ પરમારના મોતને લઈ રેલવે પોલીસ ઉપર આક્ષેપો કરીને જણાવાયું હતું કે, રેલવે પોલીસ દ્વારા આ બાબતે યોગ્ય તપાસ થઈ ન હોવાથી સીબીઆઇ તપાસ કરીને તટસ્થ તપાસની માગ કરવામાં આવી છે. આ કમાન્ડોને શહિદવીર તરીકેનું બીરૂદ આપવાની પણ કારડીયા રાજપુત સમાજ દ્વારા માગ કરવામાં આવી છે.