AMCના તંત્રની બેદરકારી, કામ અંગેનો કોઈ ડેટા કોર્પોરેશન પાસે નથી - AMCના તંત્રની બેદરકારી આવી સામે

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 5, 2019, 9:46 AM IST

અમદાવાદ: મહાનગરપાલિકાના તંત્રની બેદરકારી સામે આવી છે. પાણીની લાઈન ક્યાં નાખી છે તેની પુરતી વિગતો નથી તેમજ લાઇન નાખી હોય તો પણ તંત્રને જાણ હોતી નથી. આવીજ એક ઘટના બની છે , જેમાં ઉત્તર ઝોનમાં આવેલા પોટલીયા બોર્ડમાં ડ્રેનેજ લાઇન નાખવાનું કામ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. દરમિયાન જૂની ડ્રેનેજ લાઈન મળી આવતા તેનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બાબત પહેલી વાર થઈ એવી નથી અગાઉ પણ રીલીફ રોડ પર જૂની લાઈન મળવાની ઘટના ઘટી હતી. આ બાબતને જોઈને જીઆઇએસે મેપિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેનાથી લાઇન ક્યાં છે, કઇ સ્થિતિમાં છે, તે જાણી શકાય અને કોર્પોરેશનને આ બાબતની વિગત રહે. આ વાતને વર્ષો વીતી ગયા હોવા છતાં તેનું અમલીકરણ કરાયું નથી. પરિણામે આ પ્રકારની ઘટના સામે આવતી રહે છે. હવે ફરી જીઆઇએસ મેપિંગ કરવાની સૂચના આપવામાં આવી છે. અને નવા ટેન્ડર બહાર પાડવામાં આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.