અંબાજીમાં વહેલી સવારથી જ યાત્રીકોનો ભારે ધસારો, માતાજીને 56 ભોગનો અન્નકુટ ધરાવાયો
🎬 Watch Now: Feature Video
અંબાજીઃ આજથી નવા વર્ષનો શુભારંભ થયો છે. ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે આજે વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં યાત્રીકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુંઓ શક્તિપીઠ અંબાજી દર્શન કરી પોતાના નવા વર્ષની શરૂઆત કરી હતી. એટલું જ નહીં આજે માં અંબાના દરબારમાં 56 ભોગનો અન્નકુટ પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો અને આજે અન્નકુટના કારણે બપોરે પણ વિશેષ આરતી કરવામાં આવી હતી. જેનો મોટી સંખ્યામાં ભક્તોએ માતાજીને ધરાવેલાં અન્નકુટનાં દર્શન કરી આરતીનો લાભ લીધો હતો. જ્યારે પુજારી દ્વારા વૈદિક મંત્રોથી આરતી પુજા કરવામાં આવી હતી. આ આરતીમાં દર્શનાર્થીઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. મંદિરના ભટ્ટજી મહારાજના જણાવ્યા અનુસાર નવા વર્ષ પહેલા વરસાદ સારો થતો હોવાથી અને દિવાળીના તહેવારોમાં લોકો જેમ અરસ પરસ મીઠુ મો કરાવાતુ હોય છે. તેમ માતાજીને આજે 56 ભોગ ધરી મીઠુ મોં કરાવવામાં આવે છે અને માતાજીને ધરાવવામાં આવતો રાજભોગ પણ સોનાનાં પાત્રમાં જ ધરાવવામાં આવે છે. ખાસ આજના દિવસે માઁ અંબાને સોનાના થાળમા જમાડવામાં આવે છે.