મોરબીમાં મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ, 35 રાઉન્ડમાં થશે ગણતરી - latest news of essembly by election
🎬 Watch Now: Feature Video
મોરબી: વિધાનસભાની પેટા ચૂંટણીની મંગળવારે સવારે મત ગણતરી યોજાશે. મોરબીના મહેન્દ્રનગર નજીક આવેલી પોલીટેકનીક કોલેજ ખાતે મત ગણતરી યોજાશે. જેના માટે તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. જે અંગે ચૂંટણી અધિકારી ડી એ ઝાલાએ જણાવ્યું હતું કે ,બે બિલ્ડીંગમાં મત ગણતરી કરાશે જયારે ત્રીજું બિલ્ડીંગ પોસ્ટલ બેલેટની ગણતરી માટે વપરાશે. કુલ ૩૫ રાઉન્ડમાં મત ગણતરી કરાશે અને બાદમાં પરિણામ જાહેર કરવામાં આવશે. મત ગણતરી માટે ૧૦૦નો સ્ટાફ તૈનાત રહેશે ઉપરાંત ૧૦ આરોગ્યની ટીમો પણ ખડેપગે રહેશે. તો સુરક્ષા વ્યવસ્થા માટે સ્થાનિક પોલીસ, LCB, SOG અને પેરા મીલીટરી ફોર્સ તૈનાત રહેશે.