કોરોના વાયરસને લઈને રાજકોટમાં વહીવટી તંત્ર એલર્ટ
🎬 Watch Now: Feature Video
રાજકોટ: સમગ્ર વિશ્વમાં હાલ કોરોના વાયરસનો હાહાકાર જોવા મળી રહ્યો છે. ત્યારે ભારતના કેટલાક રાજ્યમાં કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. જેને લઈને રાજકોટ વહીવટી તંત્ર પણ એલર્ટ થયું છે. આજે રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે ઉભો કરવામાં આવેલા આઈસોલેશન વોર્ડની મુલાકાત લેવામાં આવી હતી. ત્યારબાદ કલેક્ટરે પત્રકાર પરિષદ યોજી આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલ રાજકોટ જિલ્લાના 27 અને શહેરના 35 વ્યક્તિઓને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. તેમજ હાલ આ લોકો નોર્મલ છે. બીજી તરફ કલેક્ટર રેમ્યા મોહન દ્વારા લોકોને પણ આ પ્રકરના વાતાવરણમાં સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.