અલંગ શિપબ્રેકીંગ યાર્ડ પ્લોટ નંબર 153માં દીપડો ઘૂસ્યો - લોકડાઉન
🎬 Watch Now: Feature Video
ભાવનગર: લોકડાઉનમાં માણસો જ્યારે પોતાના ઘરોમાં પુરાયા છે. ત્યારે જંગલી પ્રાણીઓ સૂમસામ બનેલા ગ્રામ્યવિસ્તારોના માર્ગો પર ખોરાકની શોધમાં આંટાફેરા મારતા નજરે પડી રહ્યા છે. શનિવારે સાંજે અલંગ શિપબ્રેકીંગ યાર્ડમાં એક દીપડો આવી ચડતા અને તેને કોઈ જોઈ જતા દોડધામ મચી હતી. અલંગ શિપયાર્ડ ખાતેના પ્લોટ નંબર 153માં દીપડો ઘુસી જતા આ અંગેની જાણ વનવિભાગને કરવામાં આવી હતી. જ્યારે દીપડો પ્લોટમાં રહેલા એક મહાકાય શિપની અંદર ઘુસી જતા વનવિભાગની ટીમે પાંજરું મગાવી રાતભર દીપડાને પકડવાના પ્રયાસો હાથ ધર્યા હતા. પરંતુ તેમાં હજુ સુધી સફળતા મળી નથી. ત્યારે સાંજે ફરી દીપડાને પકડવા વનવિભાગ દ્વારા કામગીરી કરવામાં આવશે.