અક્ષરધામ ખાતે 10,000 દીવડાથી સર્જાયો અદ્ભુત નજારો
🎬 Watch Now: Feature Video
ગાંધીનગર: દિવાળીનો તહેવાર શરૂ થઈ ગયો છે. જેનું ગુજરાતમાં ખૂબ જ મહત્વ છે. દીપોત્સવીનો તહેવારને લઈને ગુજરાતીઓમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળતો હોય છે, ત્યારે ગાંધીનગરના સેક્ટર 20 સ્થિત અક્ષરધામ મંદિરને છેલ્લા 27 વર્ષથી દીવડાઓથી શણગારવામાં આવે છે, ત્યારે પ્રમુખ સ્વામી દ્વારા શરૂ કરવામાં આવેલા દીપ કાર્યક્રમને આજે શરૂ કરવામાં આવ્યો હતો. જે આગામી પાંચ દિવસ સુધી આ દીવડાઓથી મંદિરને શણગારવામાં આવશે. અક્ષરધામમાં વર્ષ 1992માં પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા દિવાળીના તહેવાર ઉપર દીપ પ્રગટાવવાની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારથી લઈને સતત 20 વર્ષ સુધી દર વર્ષે દિવાળીના તહેવાર ઉપર પાંચ દિવસ સુધી 10,000 દીવડાનો ઝગમગાટ મંદિરમાં કરવામાં આવે છે. અક્ષરધામ મંદિરના દર્શન કરવાથી શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે અને આજે કરેલા આ અદભુત નજારાને લઇ અક્ષરધામ મંદિર નયનરમ્ય લાગતુ હતું.