અમદાવાદ: કોંગ્રેસના જનવેદના આંદોલનમાં સામાન્ય જનતાને આમંત્રણ - ગુજરાત પ્રદેશ કોંગ્રેસ
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: 30 નવેમ્બરે પ્રજાના પ્રશ્નોને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું જનવેદના આંદોલન યોજાશે. જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહેશે. સાથે જ કાર્યકરો પણ મોટી સંખ્યામાં હાજર રહેશે. આ આંદોલનમાં સામાન્ય નાગરિકોને પણ જોડાવવા ખુલ્લું આમંત્રણ આપવામાં આવ્યું છે. વધતી જતી મોઘવારી, બેરોજગારી, ગરીબી તથા પ્રજાના પ્રશ્નો, શિક્ષણના પ્રશ્નો, ખેડૂતોના પ્રશ્નો મંદી જેવા તમામ મુદ્દાઓ તથા જનતાની વેદના એટલે કે, જનવેદના સાથે ગુજરાત કોંગ્રેસ તરફથી જનવેદના આંદોલન યોજાશે. જેમાં રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત, અહમદ પટેલ, રાજીવ સાતવ સહિતના કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહેશે. ઉપરાંત રાજ્યભરમાંથી કોંગ્રેસના કાર્યકરો આ આંદોલનમાં જોડાશે. કોંગ્રેસ તરફથી સામાન્ય જનતાને પણ આંદોલનમાં જોડાવવા ખુલ્લું આમંત્રણ આપવમાં આવ્યું છે.