અમદાવાદમાં જમવા ગયેલા શખ્સ સાથે નજીવી બાબતે તકરાર - એટ્રોસિટી કલમ
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ સાબરમતીમાં જમવા ગયેલ શખ્સ સાથે ઢાબાના માલિકની તકરાર થતા માલિકે અન્ય શખ્સો સાથે મળીને જમવા આવેલ શખ્સો મારમાર્યો અને જાતી વિષયક ટીપ્પણી કરી હતી, જેના અનુસંધાનમાં જમવા આવેલ શખ્સે ફરિયાદ નોધાવી હતી. જેના આધારે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. જયારે અન્ય આરોપી હજુ ફરાર છે. ફરિયાદી હજુ પણ સિવિલ હોસ્પીટલમાં દાખલ છે અને તેની તબીયત સ્થિર છે. શહેરના સાબરમતી જુના ટોલનાકા પાસે આવેલ નોનવેજના તવા પર પ્રગ્નેશ પરમાર નામનો યુવક જમવા ગયો હતો, જ્યાં જમવાનું નીચે પડી જવા બાબતે પ્રગ્નેશને તવાના માલિક જોગી ઠાકોર અને અન્ય વ્યક્તિઓ સાથે બોલાચાલી થઇ હતી અને જે બાદ બંને વચ્ચે મારામારી થઇ હતી. આ દરમિયાન જોગી ઠાકોરે પ્રગ્નેશને જાતિ વિષયક શબ્દો પણ કીધા હતા. મારામારીમાં ઘાયલ યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સાબરમતી પોલીસે પ્રગ્નેશની ૩૦૭ અને એટ્રોસિટી કલમ મુજબ ફરિયાદ નોધીને તપાસ શરુ કરી હતી, જેમાં જોગી ઠાકોર નામના આરોપીની ધરપકડ કરી છે. જયારે અન્ય ૩ શખ્સો ફરાર છે. જેની શોધખોળ ચાલુ છે.