નવસારીમાં વિરામ બાદ ફરી વરસાદ શરૂ થતા, ખેડુતોમાં ચિંતાના વાદળ જોવા મળ્યાં - વરસાદના સમાચાર
🎬 Watch Now: Feature Video
નવસારી : ક્લાઈમેટ ચેન્જના કારણે ઋતુ ચક્રમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. છેલ્લાં થોડા વર્ષોથી વરસાદ ઓક્ટોબર મહિનામાં પણ ધમધમાટી બોલાવે છે. જેને કારણે તહેવારોની મજા બગડે છે, સાથે જ ખેડૂતોને પણ નુકસાની વેઠવાનો વારો આવે છે. બે દિવસ ગરમીને કારણે ભારે ઉકળાટ અનુભવાયા બાદ બપોર બાદ વરસેલા વરસાદે વાતાવરણમાં ઠંડક પ્રસરાવી હતી. નવસારી, ગણદેવી, બીલીમોરા, ચીખલી જેવા અનેક સ્થળોએ ધોરધમાર વરસાદી ઝાપટાને કારણે લોકો વરસાદથી બચતા નજરે ચડયા હતા. વરસાદને કારણે નવસારીના ડાંગર પકવતા ખેડૂતોની ચિંતા વધી છે. ડાંગર કાપણીને આરે છે, પરંતુ વરસાદ પડતા ડાંગરમાં રોગ ફેલાવાની સંભાવના વધી છે. સાથે ખેતરમાં ડાંગર પડી જવાથી ફરી ઉગી નીકળે તેની પણ ચિંતા ખેડૂતોને સતાવી રહી છે.