જૂનાગઢમાં 10 દિવસ બાદ ધીમી ધારે વરસાદ વરસ્યો - Junagadh
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ જિલ્લામાં દસ દિવસના બાદ ધીમી ધારે વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે જૂનાગઢના વાતાવરણમાં પણ પલટો આવતાં મંગળવારના રોજ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. દસ દિવસ બાદ ફરી એક વખત જૂનાગઢ શહેર પર વરસાદી વાદળોની ઘટાટોપ થતાં આગામી બે દિવસમાં જૂનાગઢમાં મેઘરાજાના મહેરબાન થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.