ગોંડલના ગુંદાળા રોડ પર બે બાઈક વચ્ચે અકસ્માત, દાદા અને પૌત્રના મોત - ETV Bharat News
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ જિલ્લામાં ગોંડલના ગુંદાળા રોડ પર બે બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં એક યુવાન તેમજ તેના દાદાનું મોત નિપજ્યું હતું, જ્યારે બે વ્યક્તિઓને સામાન્ય ઇજા પહોચી હતી. નંદનવન સોસાયટીમાં રહેતાં કડવા પટેલ પ્રવિણ હંસરાજભાઈ વિરપરીયાના પિતા હંસરાજભાઈ તેમજ તેના પુત્ર હિતેન સવારે 8 વાગ્યે બાઇક દ્વારા જઇ રહ્યાં હતાં, ત્યારે ગુંદાળા રોડ પર સંતરામ પેટ્રોલીયમ પાસે અન્ય બાઇક સાથે અકસ્માત સર્જાતા દાદા હંસરાજભાઈ તેમજ હિતેનનું મોત નિપજ્યું હતું. આ અકસ્માતમાં અનિડાનાં પ્રતિક ભાલોડી તેમજ કિશન ભાલોડીને સામાન્ય ઇજા પંહોચતા તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે.