મહેસાણા: વિસનગર-વિજાપુર હાઇવે પર રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત, એક મહિલાનું મોત - Visnagar news
🎬 Watch Now: Feature Video
મહેસાણા: જિલ્લામાં લોકડાઉન બાદ અકસ્માતની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. મહેસાણા જિલ્લાના વિસનગર-વિજાપુર હાઇવે પર ગોઠવા ગામે અકસ્માત થયો હતો. પુર ઝડપે જતી ઇકો કારના ચાલકે કાબુ ગુમાવતા રિક્ષાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર એક મહિલાનું મોત ઘટના સ્થળે મોત થયું હતું. ઘટનાની જાણ વિસનગર તાલુકા પોલીસ મથકે થતા પોલીસે ઘટના સ્થળનું પંચનામું કરી મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિસનગર જનરલ હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે કાર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.