કચ્છ: અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણી બે કલાકમાં 10.39 ટકા મતદાન નોંધાયું - Abdasa Assembly by-election
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9411445-thumbnail-3x2-sdadca.jpg)
કચ્છ: અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણીમાં આજે સવારે સાત વાગ્યાના ટકોરેથી ચૂંટણી પંચ દ્વારા મતદાનની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. કોરોના મહામારી વચ્ચે મતદાન કરવા આવનારા નાગરિક અને ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરાવનારા સ્ટાફ માટે કોરોના સાવચેતી અને સુરક્ષાના તમામ નિયમોના પાલન સાથે મતદાનની કામગીરી ચાલી રહી છે. અબડાસા મત વિસ્તારમાં આજે સવારે પ્રથમ બે કલાકમાં 10.39 ટકા મતદાન નોંધાયું છે. સામાન્ય રીતે ગ્રામ્ય પંથકમાં મતદાનના દિવસે લાઈનો સૌથી વધારે સવારના ભાગમાં જોવા મળતી હોય છે. ત્યારે આજે સવારથી નખત્રાણા પંથકના ગામોમાં મતદારોનો ઉત્સાહ નીરસ જણાઈ રહ્યો છે.