પારૂલ યુનિવર્સિટીમાં સુપર સ્ટાર આયુષ્યમાન ખુરાના મહેમાન બન્યા - વડોદરા
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ શહેરના લીમડા ગામ પાસે આવેલી પારૂલ યુનિવર્સિટીમાં સુપર સ્ટાર આયુષ્માન ખુરાના મહેમાન બન્યા હતા. પારૂલ યુનિવર્સિટીમાં જન્માષ્ટમીને અનુલક્ષીને મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બોલીવુડના સુપરસ્ટાર આયુષ્માન ખુરાનાની એક ઝલક જોવા માટે હજારો વિદ્યાર્થીઓ ઉમટ્યાં હતા. આયુષ્માન ખુરાનાએ ફિલ્મી ગીત પર ડાન્સ કરી ચાહકોના દીલ જીતી લીધા હતા. કાર્યક્રમના અંતમાં આયુષ્માને સૌને ફિલ્મ ડ્રિમગર્લ ફિલ્મ જોવાની અપીલ કરી આભાર માન્યો હતો.