અમદાવાદઃ આમ આદમી પાર્ટીના કાર્યકરો સોમવારે રાજકોટમાં ધરણાં પ્રદર્શન કરશે - news of ahmedabd
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ રાજકોટમાં ધ્વજવંદન દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જેને લઇને ગુજરાત આમ આદમી પાર્ટીમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા સોમવારે રાજકોટ કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવામાં આવશે. આ સાથે જ ઉપવાસ આંદોલન કરીને વિરોધ નોંધાવવામાં આવશે. આમ આદમી પાર્ટીની માગણી છે કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણી માફી માગે અને રાષ્ટ્રગાન અટકાવનારા પોલીસ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.