ઉના દીવ માર્ગ પર કાર અકસ્માતનો વિડીયો થયો વાઇરલ - viral vido
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ ઉના દીવ પર એક કારના અકસ્માતનો વિડીયો વાઇરલ થઇ રહ્યો છે. એક કાર ઉનાથી દીવ તરફ જઈ રહી હતી ત્યારે તેનો ચાલક અકસ્માત સર્જાય તે રીતે કારને હંકારી રહ્યો હતો. રોડ પર ચાલી રહેલા કેટલાય વાહન કારની અડફેટે આવતા બચી ગયા હતા, પરંતુ કાર ચાલકે કાબુ ગુમાવી દેતા કાર પલ્ટી મારી ગઈ હતી. આ અકસ્માતનો લાઈવ વિડીયો અકસ્માત સર્જનાર કારની પાછળ આવી રહેલી કારના ચાલકે ઉતાર્યો હોય તેવું લાગી રહ્યું છે.