રાજકોટમાં સીઝનનો કુલ 64 ઈંચ વરસાદ - રાજકોટ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ છેલ્લા ત્રણ દિવસથી શહેરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે છેલ્લા 21 કલાકમાં 4 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. હાલ હવામાન વિભાગ દ્વારા પણ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટને પાણી પુરું પાડતા મુખ્ય સ્ત્રોત આજી, ભાદર અને ન્યારી ડેમમાં પણ પાણીની આવક વધી છે. નીચાણવાળા ગામોને ભારે વરસાદને પગલે એલર્ટ કરવામાં આવ્યા છે.