શાળાના લંપટ શિક્ષકે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરતાં અરેરાટી વ્યાપી - Crime news in ambaji
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4973295-thumbnail-3x2-ambaji.jpg)
અંબાજી: કુંભારીયા વિસ્તારમાં ચાલતી પજ્ઞાચક્ષુ વિદ્યાલયમાં કલંકિત ઘટના બનતા ભારે ચકચાર મચી જવા પામી છે. જેમાં અંબાજીના કુંભારીયા વિસ્તારમાં નવોદય વિકલાંગ વિકાસ ટ્રસ્ટ, અંબાજી સંચાલિત પજ્ઞાચક્ષુ વિદ્યાલય અને વિકલાંગોનું શિક્ષણ અને પુનર્વસન તાલીમ શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરતી એક સગીર વયની યુવતી ઉપર શિક્ષકો દ્વારા જ દુષ્કર્મ કરાયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા સમગ્ર કિસ્સો ટોકઓફ ટાઉન બન્યો છે. જોકે હાલમાં દિવાળી વેકેશન હોવાથી શાળાને તાળા લાગેલા છે પણ આ સગીર વયની યુવતી ઉપર દુષ્કર્મની ઘટના ગતમાસમાં બે શિક્ષકો દ્વારા વારંવાર દુષ્કર્મ કરાતા યુવતીએ ઘટનાની જાણ પોતાના વાલીને કરી હતી. સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા ચર્ચાસ્પદ બની છે. અંબાજી પોલીસમાં ઘટનાને લઈ બે શિક્ષકો જ્યંતીભાઈ વીરચંદ ઠાકોર તથા ચમનલાલ મૂળાજી ઠાકોર પર દુષ્કર્મ સહીત પોસ્કો એક્ટ હેડળ ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે. જો કે બંને આરોપીઓ હાલ ભૂગર્ભમાં ઉતરી જતા લાપતા બન્યા છે.