વડોદરાના કરજણ તાલુકા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું - વિરોધ પ્રદર્શન
🎬 Watch Now: Feature Video
વડોદરા : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના આદેશ અનુસાર બુધવારના રોજ રાજ્ય વ્યાપી વિરોધ પ્રદર્શન અંતર્ગત કરજણ ખાતે સરદાર ચોક સામે કરજણ તાલુકા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેમાં સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કર્યા બાદ કોંગી કાર્યકરોએ સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતાં.