અરવલ્લીઃ સરદાર પટેલની જયંતી નિમીત્તે મોડાસામાં પોલીસ માર્ચ પાસ્ટ યોજાયું - અરવલ્લીમાં પોલીસ માર્ચ પાસ્ટ
🎬 Watch Now: Feature Video
અરવલ્લી: સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે. ત્યારે અરવલ્લી જિલ્લા ટાઉન પોલીસ દ્વારા માર્ચ પાસ્ટ યોજી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ માર્ચ પાસ્ટ દરમિયાન પોલીસે નાગરીકોને એક્તાનો સંદેશો આપ્યો હતો. પોલીસ દ્વારા યોજવામાં આવેલી આ માર્ચ પાસ્ટનું પ્રસ્થાન સાંઈ મંદિરથી કરવામાં આવ્યું હતું અને સમાપન ચાર રસ્તા ટાઉન હોલ ખાતે થયું હતું.