જામનગરના દરિયા કિનારે સાગર સુરક્ષા કવચ અંતર્ગત મોકડ્રિલ યોજાઈ - જામનગર
🎬 Watch Now: Feature Video
જામનગર : દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે બે દિવસથી જામનગરના દરિયામાં સાગર સુરક્ષા કવચ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં દરિયામાં થતી ગતિવિધિઓ પર કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ સતત વોચ રાખી રહી છે. જ્યારે મુંબઈ હુમલામાં જામનગર દરિયા કિનારેથી કુબેર બોટ લઈ જવામાં આવી હતી અને આતંકવાદીઓએ મુંબઈમાં નાપાક ઈરાદો પાર પાડ્યો હતો. જોકે, આવી ઘટના ફરી ન બને તે માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા અવારનવાર દરિયામાં મોકડ્રિલનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે જામનગરમાં મધદરિયે LCB, SOG અને મરીન પોલીસના જવાનો મોકડ્રિલમાં જોડાયા હતા. મધદરિયે જલપરી નામની બોટમાં સવાર 4 આતંકવાદીઓને સુરક્ષા એજન્સીઓએ ઝડપી પાડ્યા હતા.