મોરબીના પીપળી નજીક PGVCLના સબ સ્ટેશનના ટીસીમાં લાગી આગ - Morbi Fire station
🎬 Watch Now: Feature Video

મોરબી: પીપળી રોડ પર આવેલ 220 કેવી સબ સ્ટેશનમાં શુકવારે ઓચિંતી આગ લાગી હતી. સબ સ્ટેશનમાં આવેલ 11 કેવીના ટીસીમાં કોઈ કારણોસર આગ ફાટી નીકળતા મોરબી ફાયર ટીમને જાણ કરવામા આવી હતી. ફાયર ટીમે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં કોઈ જાનહાની થવા પામી ન હતી. જેથી ફાયર ટીમે રાહતનો શ્વાસ લીધો હતો. જો કે, આગને પગલે ટીસીમાં ખાસું નુકશાન થયું હતું. જો કે, નુકશાનીનો ચોક્કસ આંક હાલ જાણી શકાયો નથી.