ભરૂચમાં વરસાદી માહોલ વચ્ચે વીજ ટ્રાન્સફોર્મરમાં આગથી દોડધામ - વીજ ટ્રાન્સફોર્મરમાં આગ
🎬 Watch Now: Feature Video
ભરૂચઃ જિલ્લામાં મંગળવારે સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે શહેરના ઝાડેશ્વર રોડ પર મુખ્ય માર્ગને અડીને આવેલા એક વીજ ટ્રાન્સફોર્મરમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. શોર્ટ સર્કીટના કારણે એકાએક આગ ફાટી નીકળી હતી, જેનો વીડિયો પણ બહાર આવ્યો છે. મુખ્ય માર્ગ પર વાહન વ્યવહાર ધમધમતો હોવા છતાં સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઇ ન હતી.