વલસાડની લાલ સ્કૂલ પાસે CNG કારમાં અચાનક આગ, દોડધામ મચી - latestgujaratinews
🎬 Watch Now: Feature Video
વલસાડ: શહેરની લાલ સ્કૂલ પાસે CNG અલ્ટો કારમાં અચાનક આગ લાગતા દોડધામ મચી હતી. જો કે, સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. સમય સૂચકતાની સાથે ચાલક કારમાંથી બહાર નીકળી જતા જીવ બચ્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ વલસાડ ફાયર વિભાગને થતા ગણતરીની મિનિટમાં ફાયરની ગાડી દોડી આવી હતી. CNG કારમાં અચાનક જ આગ લાગતા આસપાસના દુકાનોના વેપારીઓ દોડી આવ્યા હતા. સદનસીબે મોટી હોનારત થતા અટકી હતી. મહત્વનું છે કે, વલસાડ જિલ્લામાં પહેલા પણ CNG કારમાં આગ લાગવાની અનેક ઘટનાઓ બની ચુકી છે, પરંતુ અત્યાર સુધીમાં સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.