જૈન ફાર્મ ફ્રેશ ફૂડ લિમિટેડ કંપનીમાં લાગી ભીષણ આગ, 8 ફાયર ફાઇટરો ઘટના સ્થળે - vadodra latest news
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ પાદરાના જંબુસર રોડ પર હરણમાડ પાસે આવેલી જૈન ફાર્મ ફ્રેશ ફૂડ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. થોડા સમયમાં જ આગે આખી કંપનીને ઝપેટમાં લીધી હતી. આગને લઇને સમગ્ર વિસ્તારમાં મોટા પ્રમાણમાં ધુમાડો ફેલાયો હતો. આ ઘટનાની જાણ થતા જ મેજર કોલ જાહેર કરતા મહુવડ, મુજપુર અને વડોદરાના 8 ફાયર ફાઇટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવા પ્રયાસ કરી રહી હતી અને 8 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. મહત્વનું છે કે, આ ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર નથી.