અસ્થિ વિસર્જન કરવા આવેલા પિતા, પુત્ર અને પુત્રી દરિયાના ઊંડા પાણીમાં ગરકાવ
ભાવનગરઃ જિલ્લાનું કોળિયાક એટલે કે નિષ્કલંક મહાદેવ મંદિર આવેલું છે. આ દરિયામાં અસ્થિ વિસર્જન માટે બાવળાનો પરિવાર રવિવારના રોજ કોળિયાક આવ્યો હતો. જેમાં બાવળાના લાભુભાઈ રમતુંભાઈ નાયક પોતાની પત્ની, પુત્ર અને પુત્રી અસ્થિ વિસર્જન માટે આવ્યા બાદ લાભુભાઈ પોતાના 13 વર્ષના પુત્ર જયેશ અને 17 વર્ષીય પુત્રી સરોજ સાથે દરિયામાં નાહવા પડ્યા હતા. આ દરિયો ભારે કરંટ ધરાવતો હોવાથી કોઈ કારણોસર આ ત્રણેય દરિયાના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા લાભુભાઈની પત્નીએ બુમાબુમ મચાવી હતી. લોકોના ટોળા દરિયા કિનારે ઉમટી પડ્યા હતા. જ્યારે થોડા કલાકો બાદ ત્રણેયના મૃતદેહ જ હાથ લાગ્યા હતા. હાલ આ પિતા, પુત્ર અને પુત્રીના મૃતદેહને પીએમ માટે કોળિયાક સરકારી દવાખાને લઈ જવાયા છે.