જૂનાગઢઃ ચાંદિગઢ ગામના ખેડૂતે મામલતદાર કચેરીએ ધરણાં કરવાની ચીમકી ઉચ્ચારી, જાણો કારણ... - કેશોદના તાજા સમાચાર
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ કેશોદ તાલુકાના ચાંદિગઢ ગામના ખેડૂતના ખેતરમાં પાણી ભરાયું છે. જેના કારણે ખેડૂતની 43 વિઘા જમીનમાં વાવેતર કરેલો પાક નિષ્ફળ જવાની ભીતિ છે. જેથી ખેડૂતે 24 કાલકમાં પાણીનો નિકાલ નહીં કરવા પર મામલતદાર કચેરીએ ધરણાં કરવાની ચીમકી ઉચ્ચારી છે. ખેતરમાં ભરાયેલા પાણી અંગે ખેડૂતે જણાવ્યું કે, સળંગ 3 વર્ષથી તેમનો પાક નિષ્ફળ જઇ રહ્યો છે.