માંગરોળમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલના અવસાનને લઈને શોકસભા યોજાઇ - દિગ્ગજ નેતા અહમદ પટેલ
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ: જિલ્લાના માંગરોળ શહેરમાં વિવેકાનંદ સ્કૂલ ખાતે ગુજરાતના પનોતા પુત્ર અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલના દુઃખદ અવસાનને લઈ સર્વ ધર્મ પ્રાર્થના સભા યોજાઈ હતી. આ પ્રાર્થનાસભામાં કુરાનની આયતો અને સંસ્કૃત શ્લોકો દ્વારા અહમદ પટેલને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આગેવાનો અને કાર્યકરો દ્વારા પુષ્પાંજલી આપવામાં આવી હતી અને મૌન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં હિન્દુ મુસ્લિમ આગેવાનોએ હાજરી આપી હતી.