અલંગના ઉદ્યોગપતિઓ પર હુમલો: ઉદ્યોગપતિઓ વધુ એક દિવસ ધરણા કરશે - ભાવનગર ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
ભાવનગર: શહેરના અલંગના ઉદ્યોગપતિઓ પર હુમલાની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. તંત્ર પણ આ ઘટનાને ભારે ગંભીરતાથી લઇ કડક કામગીરી હાથ ધરી રહ્યું છે. ઉદ્યોગપતિઓએ પણ બીજા દિવસે મીડિયાને સમગ્ર માહિતી આપી હતી. આ બનાવમાં અનેક મિટિંગો અને ચર્ચાઓ બાદ અલંગ શીપ બ્રેકીંગ એસોસિએશનના સેક્રેટરીએ કહ્યું હતું કે, તંત્ર દ્વારા તેમને પુરતો સહયોગ અને આગામી 20 તારીખ સુધીમાં કડક કાર્યવાહી કરી નમુના રૂપ દાખલો બેસાડીશું. જેમાં હવે પછી કોઈ આવારા તત્વો કે, માથાભારે ઇસમો વેપારીઓ કે કોઈને હેરાન કરતા પહેલા વિચાર કરે તેવા પગલા ભરીશું. જયારે હુમલો કરનારા બુધેલના ઇસમોએ અગાઉ પણ અનેક આવા હુમલા અને મારામારી કરી છે. તેવા લોકો પણ ફરિયાદ સીધા ડીઆઈજીને કરી શકશે તેમ જણાવ્યું હતું.