નવસારી જિલ્લામાં 74મા આઝાદી પર્વની ઉજવણી કરાઈ - આઝાદી
🎬 Watch Now: Feature Video
નવસારી: અંગ્રેજી હુકુમતમાંથી સત્યાગ્રહ અને અહિંસાના મજબૂત હથિયારોથી 15 ઓગસ્ટ 1947ને દિને ભારતને આઝાદી મળી હતી. ભારતની 74મા આઝાદી દિવસે ભારતના ગૌરવને યાદ કરી આજે ગુજરાતના રાજ્ય આરોગ્ય પ્રધાન કિશોર કાનાણીએ નવસારીના સાંઈ ગરબા ગ્રાઉન્ડ ખાતે ત્રિરંગો ફરકાવી સલામી આપી ધ્વજ વંદન કર્યું હતું. આ પ્રસંગે આરોગ્ય પ્રધાને આઝાદીના સૌ લડવૈયાઓને શ્રદ્ધાંજલિ અર્પી હતી. સાથે જ ગત વર્ષમાં નવસારી જિલ્લાની વિકાસ ગાથાને વર્ણવી કોરોના કાળમાં પણ હિંમત પૂર્વક અડીખમ રહેલા કોરોના વોરિયર્સને બિરદાવી આઝાદી પર્વની શુભેચ્છા પાઠવી હતી.