જામનગરમાં શિક્ષક દિન નિમિતે જિલ્લાના શ્રેષ્ઠ 7 શિક્ષકોનું સન્માન કરાયું - કૃષિપ્રધાન આર.સી.ફળદુ
🎬 Watch Now: Feature Video
જામનગરઃ 5 સપ્ટેમ્બરના રોજ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ હોય છે. જે નિમિતે દેશભરમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. જામનગરમાં ટાઉનહોલ ખાતે જિલ્લાના શ્રેષ્ઠ 7 શિક્ષકોનું કૃષિપ્રધાન આર.સી.ફળદુ અને સાંસદ પૂનમ માડમના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ શિક્ષકોએ શાળામાં શ્રેષ્ઠ કામગીરી કરી હોવાના રિપોર્ટ શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવ્યા હતા. શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન થતા શિક્ષકોમાં પણ ખુશી જોવા મળી રહી છે. ખાસ કરીને જામનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં શિક્ષકો દ્વારા ઉમદા કામગીરી કરવામાં આવી છે.