મહીસાગરમાં એક દિવસમાં 50 બેડની હોસ્પિટલમાં તૈયાર કરાઇ - corona virus
🎬 Watch Now: Feature Video
મહીસાગર: વિશ્વમાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે. ગુજરાતમાં કોરોનાના 40 કેસ પોઝિટિવ છે. કોરોના વાઇરસના કારણે રાજ્યમાં 2 વ્યકિતના મોત થયા છે. મહીસાગર જિલ્લા કલેક્ટરની સૂચનાના 12 કલાક બાદ લુણાવાડા આર એન્ડ બી લુણાવાડા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 50 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. બાલાસિનોર મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે આઈસોલેસન વાળી 50 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. આ હોસ્પિટલમાં વિલચેર, સ્ટેચર, અને ઓક્સીજન સહિતની અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.