થર્ટી ફસ્ટ: રાજકોટમાં 400થી વધુ પોલીસ કર્મીઓ ખડેપગે - ચુસ્ત પોલીસ બંદોબસ્ત
🎬 Watch Now: Feature Video
રાજકોટ: દેશમાં 31 ડિસેમ્બરની લોકો ઉજવણી કરતા હોય છે. રાજકોટમાં પણ ધામધૂમથી 31 ડિસેમ્બરની ઉજવણી કરવામાં આવે છે. શહેરમાં થર્ટી ફસ્ટ માટે JCP, DCP, ACP, PI, સહિત 450 જેટલા પોલસ કર્મીઓ ખડેપગે રહેશે. શહેરમાં રાત્રીના 2 વાગ્યા સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વિવિધ પાર્ટી પ્લોટમાં પણ મહિલાઓ અને યુવતીઓની છેડતીના બનાવ ન બને માટે દુર્ગાશક્તિ નામની મહિલા પોલીસ કર્મીઓની ટીમ પણ ખડેપગે રહેશે. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા મંગળવારે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમને રાજકોટમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગેની માહિતી આપી હતી.